મોદી કેબિનેટનાં પ્રધાનો અને અધિકારીઓને સોમવારથી મંત્રાલયોમાંથી કામ શરૂ કરવાનું કહેવાયું

કોરોના વાયરસનાં કારણે કેન્દ્રીય પ્રધાનો પણ મંત્રાલયોમાં જવાનાં બદલે ઘરમાં રહીને જ કામ કરે છે, પરંતું પીટીઆઇનાં સુત્રોનાં જણાવ્યા પ્રમાણે તમામ કેન્દ્રીય પ્રધાનોને સોમવારથી જ તેમનું કામકાજ  મંત્રાલયથી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.અધિકારીઓ પણ હવે મંત્રાલય જઇને કામ કરશે, પ્રધાનોને લોકડાઉન પછીનો પ્લાન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

જોઈન્ટ સેક્રેટરી અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ સોમવારથી મંત્રાલયમાં ફરીથી કામ કરવા શરૂ કરશે. આ બાબત સ્પષ્ટ છે કે હાલ તમામ સ્ટાફ મંત્રાલયથી કામ શરૂ નહીં કરે.

સૂત્રોનાં જણાવ્યા મુંજબ એક તૃતિયાંશ ભાગનાં કર્મચારીઓને મંત્રાલયમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. બધાં મંત્રાલયોને કહેવામાં આવ્યું છે કે જોઈન્ટ સર્કિટરી અને તેની ઉપરની રેન્કના અધિકારીઓ સોમવારથી સંબંધિત વિભાગોમાં કામ શરૂ કરશે.

સૂત્રોએ જણાવ્યું કે સરકારનું ફોક્સ  હોટસ્પોટ્સ પર છે જેથી કરીને કોરોના વાયરસ રોગચાળાને ફેલોતો રોકવામાં આવે. આ ઉપરાંત જ્યારે લોકડાઉન હટાવવામાં આવે ત્યારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનાં પણ પ્રયાસ સરકાર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.