મોદી કેબિનેટનું આજે ઐતિહાસિક પગલું, એવું બિલ પાસ કર્યું કે તેનો વિપક્ષ કરી રહી છે સતત વિરોધ!

દેશભરમાં હાલ નાગરિકતા સંશોધન બિલને લઇ સતત ચર્ચા ચાલી રહી છે. કેબિનેટની મીટિંગમાં આ બિલને મંજૂરી મળી ગઇ છે. હવે તેને ગૃહમાં ગુરૂવારે કે પછી આવતા સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહની તરફથી રજૂ કરી શકાય છે. જ્યાં એક બાજુ સરકાર આ બિલને દેશમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવાની પદ્ધતિ બતાવી રહ્યું છે તો બીજીબાજુ વિપક્ષનો આરોપ છે કે તેમાં ધર્મના આધાર પર નાગરિકતા આપવાની જોગવાઇ છે. આવો જાણીએ આ બિલની તમામ બાબતો અંગે…

દેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનો મામલો ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરવાની દિશામાં સૌથી પહેલાં અસમમાં એનઆરસી એટલે નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ પર કામ થયું, પરંતુ એનઆરસીને લઇ એવો વિવાદ થયો કે મોટી મોટી સંખ્યામાં એવા લોકોને પણ નાગરિકાતની યાદીમાંથી બહાર રખાયા છે જે દેશના અસલ રહેવાસી છે. આ સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરશે. આ બિલને લઇ પણ વિવાદ છે. એવામાં એ પણ જાણવું જરૂરી છે કે શું જોગવાઇ છે અને કંઇ વાતોને લઇ વિવાદ છે.

શું છે નાગરિકતા સંશોધન બિલ?

નાગરિક સંશોધન બિલની અંતર્ગત 1955ના સિટિજનશિપ એકટમાં ફેરફારનો પ્રસ્તાવ છે. તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી આવીને ભારતમાં વસતા હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ સમુદાયોના એ લોકોને નાગરિકતા અપાશે જે છેલ્લાં એક વર્ષથી લઇ 6 વર્ષ સુધીમાં ભારત આવીને વસે છે. હાલ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે આ સમયગાળો 11 વર્ષનો છે. આ બધાની વચ્ચે અસમ અને ત્રિપુરા સહિત પૂર્વોત્તર રાજ્યમાં આ બિલના વિરોધને રોકવા માટે પણ સરકાર કેટલાંક ઉપાયો પર વિચાર કરી રહ્યું છે. પૂર્વોત્તર રાજ્યોમાં એ કહીને આ બિલનો વિરોધ કરાઇ રહ્યો છે કે તેનાથી મૂળ નિવાસીઓની સંખ્યામાં ઘટાડો આવશે અને વસતીનું સંતુલન બગડશે. તેના પર ગૃહમંત્રી અમિત શાહે અરૂણાચલ પ્રદેશ, મિરોઝમ અને નાગાલેન્ડમાં ઇનર લાઇન પરમિટ યથાવત રાખી અને અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં પણ જૂના નિયમોની અંતર્ગત મૂળ રહેવાસીઓના સંરક્ષણને વિશ્વાસ અપાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.