મોદી કહે છે કોરોના ગયો નથી પણ ભાજપના નેતાઓના કાર્યક્રમો જોતા લાગે છે કોરોના જતો રહ્યો

 

કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નેતાઓ જાણે કે કોરોનાનું અસ્તિત્વ જ ન હોય તેમ મોટા પાયે ભીડ એકત્ર કરી રહ્યા છે. ભાજપના નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિસનગરમાં બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મોટા પાયે ભીડ એકત્ર કરી. વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો. પરંતુ અલ્પેશના આ કાર્યક્રમમાં જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું.

કાર્યકર્મમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના સરાજાહેર ધજાગરા ઉડ્યા. ઉપસ્થિત જનમેદની પૈકી અનેક લોકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા. અલ્પેશે યોજાયેલા આ કાર્યક્રમ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોરોનાની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરે કેમ ભીડ એકત્ર કરી. પ્રચારના નામે શા માટે નેતાઓ લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. શું અલ્પેશ ઠાકોર સામે તંત્ર કોઇ કાર્યવાહી કરશે. સામાન્ય પ્રજાજનોને નિયમોના ભંગ બદલ દંડ ફટકારતું તંત્ર નેતાઓ સામે કેમ મુકપ્રેક્ષક બની જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.