મોદી માટે ખેડૂતો ખાલિસ્તાની, શ્રીમંતો દોસ્ત…, રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીની કરી ટીકા

– સરકાર ખેડૂતો માટે કશું કરવા તૈયાર નથી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે મોદીને ખેડૂતો ખાલિસ્તાની આતંકવાદી જેવા લાગતા હતા અને શ્રીમંત ઉદ્યોગપતિઓ દોસ્ત જેવા લાગતા હતા.

કેન્દ્ર સરકાર પોતાના ઉદ્યોગપતિ દોસ્તોને સાચવવા ખેડૂતોની સરિયામ ઉપેક્ષઆ કરી રહી હતી એમ પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું.

તેમણે કહ્યું કે સમાજનો જે કોઇ વર્ગ પોતાના હિત માટે આંદોલન કરે એને સરકાર દેશદ્રોહી અને ખાલિસ્તાની ગણાવી દે છે. સરકારને ખેડૂતોનં હિતની જરાય પરવા નથી.

રાહુલે ટ્વીટર પર કહ્યું હતું દેખાવો કરનારા વિદ્યાર્થીઓ પણ સરકારને દેશદ્રોહી લાગ્યા હતા. હવે ખેડૂતોને પણ ખાલિસ્તાની અને આતંકવાદી ગણાવીને સરકાર તેમના અવાજને દબાવી દેવાના પ્રયાસો કરી રહી હતી. અમે આવું નહીં થવા દઇએ. ખેડૂતોનું હિત અમારે હૈયે વસેલું છે.

રાહુલે વધુમાં લખ્યું હતું કે કોરોના કાળમાં સરકારે વીસ લાખ રૂપિયાનું જે પેકેજ આપવાની વાત કરી હતી એનો પણ યોગ્ય અમલ થયો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.