ઉત્તર પ્રદેશમાં આજે જે 11 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી થઇ રહી છે એ બેઠકોમાંની નવ બેઠકો પર અગાઇ ભાજપના સભ્યો હતા. બાકીની એક એક બેઠક બસપા અને સપાની હતી. આજની ચૂંટણીમાં ભાજપની નવ બેઠકો યોગી આદિત્યનાથની સરકાર અને ભાજપ પક્ષ માટે આકરી કસોટી સમાન બની રહેવાની છે. નવમાંની એક પણ બેઠક ગુમાવવી ભાજપને પરવડે એમ નથી.
ચૂંટણી પંચે જણાવ્યા મુજબ ઓછામાં ઓછા 429 વિસ્તારો સંવેદનશીલ જાહેર કરાયાં છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિથી મતદાન પતી જાય એ માટે પંચે 337 સેક્ટર મેજિસ્ટ્રેટ, 60 ઝોનલ મેજિસ્ટ્રેટ, 471 સ્ટેટિક મેજિસ્ટ્રેટ અને 520 માઇક્રો ઓબ્ઝર્વર્સ નિયુક્ત કર્યા હતા.
આજે જે બેઠકો પર મતદાન થઇ રહ્યું છે એમાં રાજ્યના પાટનગર લખનઉ કૈંટ, જૈદપુર, ગોવિંદનગર, પ્રતાપગઢ, માણિકપુર, બલહા, ઘોસી, જલાલપુર, રામપુર, ગંગોહ અને ઇગલાસનો સમાવેશ થાય છે. ભાજપ આ બેઠકો પર વિજય મેળવે તો રાજ્ય સરકારની નીતિઓ પર આપોઆપ મંજૂરીની મહોર લાગી જવાની છે. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં ભાજપ બહુ સારો દેખાવ કરતો નથી.
આ વખતે એણે પૂરેપૂરી તાકાત કામે લગાડી છે. યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંઘે રીતસર પસીનો પાડ્યો છે. જો ભાજપ વિજયી નહીં થાય તો વિપક્ષ એના પર તૂટી પડશે. ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને લોકસભામાં પણ એની સૌથી વધુ બેઠકો હોય છે. આઝાદી પછી સતત અઢી ત્રણ દાયકા સુધી તો વડા પ્રધાન પણ ઉત્તર પ્રદેશના રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.