મોદી આ મહિને જઈ શકે છે અમેરિકાનાં પ્રવાસે. જો બાઈડેન સાથે કરશે મુલાકાત..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શકયતા છે. આ સમયે દરમિયાન તે વોંશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક જશે. આ વર્ષેની શરુઆતમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનને સત્તા સંભાળી ત્યારથી મોદી આ પ્રથમ યુએસ મુલાકાત હશે.

જો બધું બરાબર ચાલ્યું તો તે ૨૨ થી ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરિકાનાં પ્રવાસે જશે.

આ બંને નેતાઓ છેલ્લી વખત આ વર્ષે જુનમાં જી – ૭ બેઠકમાં મળ્યાં હતાં. જી – ૭ દરમિયાન મોદી બ્રિટનમાં જો બાઈડનને મળી શકયા હોત. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેઓ જઈ શકયા નહીં.

એવું માનવામાં આવે છે કે આ મુલાકાત દરમિયાન બંને પક્ષો ઈન્ડો – પેસિફિક ક્ષેત્રનાં મહત્વાકાંક્ષી એજન્ડા પર ચર્ચા કરી શકે છે. ચીને બંને દેશોની ચિંતા વધારી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.