વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર યોજાયેલી ચર્ચાનો જવાબ આપ્યો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. સાથે જ ભાજપ સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણયો જણાવ્યા છે. તેમજ સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી છે.
પીએમ મોદીએ કવિતાથી પોતાના સંબોધનનો પ્રાંરભ કરતા જણાવ્યું હતું કે લોકોએ સરકાર બદલી છે. હવે સરોકાર બદલવાનો ઇરાદો છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જો અમે કોંગ્રેસના રસ્તે જૂની ઢબ પ્રમાણે ચાલ્યા હોત તો જે મામલાઓ દાયકાઓથી લટકેલા પડ્યા છે તે ઉકેલાયા ન હોત.
અમારી સરકાર લીકથી હટીને કામ કરી રહી છે. અમે બહુ તેજ ગતિથી વિકાસના કાર્યો પૂર્ણ કરી રહ્યા છીએ. હવે કામની સ્પીડ પણ વધી છે અને સ્કીલ પણ…
મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જો તમારા વિચારો પર ચાલ્યા હોત તો કલમ 370 દૂર ન થઇ હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.