સુરતમાં બે ઈસમોએ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીને ઉત્તર પ્રદેશની ચૂંટણીના નામ પર સાડીનો ઓર્ડર અપાવીને 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેથી ભોગબનનાર વેપારીએ આ સમગ્ર મામલે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અને તેથી પોલીસ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
રિપોર્ટ અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આશિષ પ્રસાદ નામના વેપારી તેમના પરિવારની સાથે રહેતા હતા. આ વેપારીની સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી રોહિત માર્કેટમાં એક સિલ્કની દુકાન છે.અને વેપારી આશિષ પ્રસાદ બજરંગ મિલ્સ અને શ્રી બાલાજી સિલ્કના નામની બે દુકાન ધરાવે છે. વેપારી આશિષની દુકાન પાર બે લોકો આવ્યા હતા. આ બંને લોકોએ વેપારી આશિષને જણાવ્યું હતું કે તેઓ પણ ટેક્સટાઇલનો વ્યવસાય કરે છે અને તેમની દુકાન રિંગરોડ પાર આવેલા કુબેરજી પ્લાઝામાં આવેલી છે અને તેમની દુકાનનું નામ શ્રી રામ વસ્ત્ર છે.
વેપારી આશિષની દુકાન પર આવેલા બે ઈસમોએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી રહી હોવાના કારણે અમને મોદી સાડીનો મોટો ઓર્ડર મળ્યો છે. અમે તમારી પાસેથી 10 હજાર સાડીઓની ખરીદી કરવા માગીએ છીએ. અને ત્યારબાદ વેપારી આશિષ દ્વારા આ બંને વેપારીઓની સાથે ભાવતાલ કરીને 10 હજાર સાડીઓનો ઓર્ડર ઓકે કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 3435 સાડી તૈયાર થઇ ગઈ હોવાના કારણે વેપારી આશિષની દુકાન પર રામાનંદ નામનો એક વ્યક્તિ ટેમ્પો લઇને આવ્યો હતો. રામાનંદ દ્વારા ટેમ્પોમાં સાડીનો જથ્થો ભરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે 3435 સાડીના 10,27,687 રૂપિયા આપવાનું કહીને વેપારી આશિષને પોતાના મોપેડમાં બેસાડીના કુબેરજી પ્લાઝામાં લઇ ગયો હતો. ત્યારબાદ રામાનંદ નામનો ઈસમ મોપેડ પાર્ક કરવાના બહાને ભાગી ગયો હતો. ત્યારબાદ વેપારીએ રામાનંદના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રામાનંદનો મોબાઈલ બંધ આવતો હતો. વેપારી આશિષની 3435 સાડીઓ પેમેન્ટ આપ્યા વગર રામાનંદ લઇ ગયો હોવાના કારણે તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અને આ ફરિયાદમાં તેને રામાનંદ ઉપાધ્યાય અને અશોક નિષાદ નામના ઈસમોના નામનો ઉલ્લેખ કર્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને બંને ઈસમોની શોધખોળ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં રામાનંદ અને અશોક નિષાદની ધરપકડ કરી હતી.અને આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી અને ફરિયાદી બંને ભૂતકાળમાં નાનો મોટો ધંધો કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.