સરકારે ચીનની વધુ 47 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે, તે સાથે જ હવે ચીનની કુલ 106 મોબાઇલ એપને દેશની એકતા, અખંડિતતા, અને સુરક્ષા માટે નુકસાનકારક હોવાથી પ્રતિબંધ લગાવી ચુક્યુ છે.
આ ઘટનાક્રમની જાણકારી રાખનારા સુત્રોએ જણાવ્યું કે જે 47 નવી એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે પહેલા બંધ કરવામાં આવેલી એપની જ પ્રતિરૂપ કે તેનાથી અલગ છે.
સુત્રોએ જણાવ્યું કે આ સંબંધમાં શુક્રવારે હુકમ જારી કર્યો છે, જે નવી એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેની યાદી ઉપલબ્ધ નથી, તથા તે અંગે સત્તાવાર રીતે કાંઇ માહિતી પણ આપવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા ભારત સરકારે ચીન વિરૂધ્ધ મોટી કાર્યવાહી કરતા 59 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેમાં ટિકટોક, શેઅર ઇટ, યુસી બ્રાઉઝર, હેલ્લો, વિગો જેવી એપનો સમાવેશ થાય છે, આઇટી મંત્રાલયે કહ્યું તેને વિવિધ સ્ત્રોતો તરફથી ફરિયાદો મળી છે.
જેમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલભ્ધ કેટલીક મોબાઇલ એપનાં દુરપયોગ અંગેનાં રિપોર્ટનો સમાવશે થાય છે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ ઉપયોગકર્તાઓનો ડેટા ચોરીને તેને ભારત બહાર આવેલા સર્વરને ગેરકાયદેસર રીતે મોકલે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.