મોદી સરકારે બાઈડેન-હેરિસની ખુશામત કરવાની જરુર નથી, આત્મનિર્ભર બનોઃ સ્વામી

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનની જીત નિશ્ચિત થયા બાદ ગણતરીના કલાકોમાં પીએમ મોદીએ તેમને અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન આપ્યા હતા.

જોકે ભાજપના બહુ બોલા સાંસદ અને સંખ્યાબંધ વખત ભાજપની ટીકા કરતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે, મોદી સરકારે બાઈડેન અને હેરિસની સરકારની ખુશામત કરવાની જરુર નથી.કમલા હેરિસને ભલે બધા ભારતીય મૂળના ગણાવીને ખુશી મનાવતા હોય પણ કમલા હેરિસ હિન્દુ રાષ્ટ્રવાદના ઘોર વિરોધી છે.

હિન્દુ રાષ્ટ્રવાદનો મતલબ ભાજપ થાય છે અને મોદીને આત્મ નિર્ભર બનવાની જરુર છે.બાઈડન કમલા હેરિસનો ઉપયોગ કરીને ભારત અંગે પોતાનો મત રજૂ કરે તો નવાઈ નહી હોય.

આ પહેલા સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, પીએમ મોદીએ ભારતના સારા દોસ્ત રહેવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હોત તો સારુ થાત.ભારતે તેમને 26 જાન્યુઆરીની પરેડ અને બિટિંગ ધ રિટ્રિટ સેરેમનીમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરીને દોસ્તી નિભાવવી જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.