રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળ મંત્રીઓની એક ટીમે અન્ય પછાત વર્ગ (OBC)ને લઈ ક્રિમીલેયરને વ્યાખ્યાયિત કરવા અને નક્કી કરેલી આઠ લાખની મર્યાદામાં સંશોધન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં અન્ય સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, સડક પરિવહન મંત્રી નિતિન ગડકરી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત અને વિદેશ રાજ્ય મંત્રી વી, મુરલીધરનનો સમાવેશ થાય છે. હાલમાં એ લોકોને અનામત આપવામાં આવે છે, જેની વાર્ષિક આવક આઠ લાખ અથવા તો તેનાથી ઓછી છે. ઓબિસીમાં આઠ લાખ અથવા તો તેનાથી વધુ આવક વાળા વ્યક્તિને ક્રિમીલેયરના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તેઓ અનામતનો લાભ લઈ શકતા નથી.
આ માપદંડોની સમીક્ષા આમ તો દર ત્રણ વર્ષે થતી હોય છે. 2013માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દ્વારા વાર્ષિક આવકનું માપદંડ 4.5 લાખથી વધારીને 6 લાખ કર્યું હતું અને ભાજપ સરકારે 2017માં તેને વધારી આઠ લાખ કર્યું હતું.આ મંત્રીઓની ટીમ એવું પણ વિચારી રહી છે કે, ઓબિસી ક્રિમીલિયરના વર્ગીકરણમાં ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં આવકના માપદંડ અલગ અલગ રાખવામાં આવે. આવું પ્રથમવાર નથી બન્યું કે, આ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો હોય.
2011માં ઓબિસી પંચે પણ પ્રસ્તાવ રાખ્યો હતો કે, ક્રિમીલિયરના માપદંડ અલગ અલગ હોવા જોઈએ, કારણ કે ગ્રામિણ વિસ્તારોમાં આવકનો રેસિયો ઓછો હોય છે. આ પંચે ગ્રામિણ વિસ્તારોમાં 9 લાખ અને શહેરી વિસ્તારોમાં 12 લાખની મર્યાદા રાખવાની સલાહ આપી હતી. જો કે, આ વાતને માન્ય રાખવામાં આવી નહોતી.
સરકારનો આ નિર્ણય બિહાર ચૂંટણી પહેલા આવી રહ્યો છે, જ્યાં લગભગ 41 ટકા લોકો ઓબિસીમાં આવે છે. બિહારમાં ભાજપ જનતા દળ યુનાઈટેડ અને રામવિલાસની લોક જનશક્તિ પાર્ટી પર નિર્ભર છે કે, તેને મુખ્ય પ્રતિદ્વંદીના ભાગરૂપે રાજદ મુસ્લિમ યાદવ વોટ બેંક પર ચૂંટણી લડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.