જન ધન બેંક ખાતાઓની થાપણમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં વધારો થતો જોવ મળ્યો. આનું કારણ લાભાર્થીઓના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનું છે.
સત્તાવાર આંકડા મુજબ વડા પ્રધાન જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓની થાપણો 8 એપ્રિલ, 2020 ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં રૂ. 1.28 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
આ રકમ 1 એપ્રિલ, 2020 ના રોજ 1.20 લાખ કરોડ રૂપિયા હતી. હાલમાં કોઈપણ એક અઠવાડિયામાં જન ધન ખાતાઓની થાપણમાં આ સૌથી વધુ વધારો છે.
મળતી માહિતી અનુસાર 8 એપ્રિલના રોજ લગભગ 38.12 જન ધન બેંક ખાતાઓમાં આશરે રૂ. 1,27,748.43 કરોડ જમા થયા હતા, જે સપ્તાહ પહેલા 1 એપ્રિલના રોજ 1,19,680.86 કરોડ રૂપિયા હતા.
અગાઉ જન ઘન બેંક ખાતાઓમાં જમાં રાશિ 25 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં જન ધન બેંક ખાતાઓમાં કુલ જમા રકમ લગભગ 1.18 લાખ કરોડ અને 4 માર્ચે 1.17 લાખ કરોડ રૂપિયા હતી.
કેન્દ્ર સરકારે ગત મહિને જાહેર કરેલી વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 13 એપ્રિલ 2020 સુધી 19,86 કરોડ મહિલા જન ધન ખાતાધારકોને 9,930 કરોડ રૂપિયાથી વધુ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.