કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિશ્વમાં સ્વાસ્થ્ય સેવામાં અગ્રેસર દેશો ઘૂંટણીયે પડી ગયા છે. મોદી સરકારના લોકડાઉનની હાલમાં નીંદા ભલે થઈ રહી હોય પણ સરકારે કોરોનાને હાવી થવા દીધો નથી એ વાસ્તવિક છે.
વિશ્વમાં હાલ ભારત કોરોનાના કેસોમાં 24મો ક્રમાંક ધરાવે છે. દેશમાં તબલિધી જમાતની બેદરકારીને કારણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે પણ વિશ્વમાં વસતીની તુલનાએ બીજા ક્રમાંકના આ દેશે કોરોનાને વકરતો અટકાવ્યો એ વાસ્તવિકતા છે. ભારત પાસે સ્વાસ્થ્ય સેવાઓમાં ઓછી સુવિધાઓ છતાં લોકોની પ્રતિબદ્ધતા અને સરકારની આગોતરી કાર્યવાહીને પગલે કોરોનાના કેસો વધી રહ્યાં છે પણ અન્ય દેશોની તુલનાએ નોર્મલ છે. કોરોનાએ માહામારી છે. તેને અટકાવવી અઘરી હોવા છતાં ભારતમાં કેસો વધી રહ્યાં નથી.
વિશ્વમાં ભારતની થઇ રહી છે પ્રસંશા
WHOના વિશેષ પ્રતિનીધી ડો. નવારોએ કોરોનાનો સામનો કરવા માટે મોદી સરકારે ભરેલા પગલાના વખાણ કર્યા. લોકડાઉનના કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે તેમણે કહ્યું કે તકલીફ જેટલી વધારે હશે, તેટલું ઝડપથી પરિણામ મળશે. યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો, ત્યારે ભારતમાં તેના પર ઝડપથી કામ થયું. તેમણે કહ્યું કે ભારતમાં ગરમ મોસમ અને મેલેરિયાના કારણે ભારતના લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓનું શરીર કોરોનાને હરાવી દેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.