બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની સહયોગી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર મોદી સરકાર વિરોધી વલણ અપનાવતી નજરે પડી રહી છે. એલજેપીના નેતા, સાંસદ અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, ધર્મના આધારે કોઈ જ સરકાર કોઈની પણ નાગરિકતા છીનવી શકે નહીં.
દેશમાં સીએએની વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે, વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યાં& છે ત્યારે જ હવે ભાજપની સહયોગી પાર્ટીના બિહાર વિધાનસભાની ચૂંટણી સામે આવતી જોતા જ રંગ બદલાયા છે.
એલજેપી નેતા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, ચાહે દલિત, આદિવાસી, પછાત, અલ્પસંખ્યક કે પછાત જાતીના લોકો હોય, તે તમામ દેશના સાચા નાગરિક છે. નાગરિકતા તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ પણ સરકાર તેમની નાગરિકતા આંચકી શકે નહીં. કોઈ પણ ભારતીયએ કારણ વગર તેની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે એનઆરસીની વાત છે તો આ મુદ્દે હજી સુધી કોઈ જ વાતચીત થઈ નથી. આ બિલને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. ધર્મના આધારે કોઈની પણ નાગરિકતા છીનવી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.