દેશની અર્થવ્યવસ્થામાં આવેલી મંદી ગંભીર બનતી જઇ રહી છે. NSOની તાજા રિપોર્ટમાં આ વાતની પુષ્ટી કરાઇ છે. NSO (National Statiscal Office) ની એક રિપોર્ટ અનુસાર, દેશમાં ઉપભોક્તાની ખર્ચ સીમા ઘટી ગઇ છે. મહત્વપૂર્ણ બાબત છે કે છેલ્લા 45 વર્ષમાં આમ પહેલીવાર બન્યું છે.
દેશની અર્થવ્યવસ્થામાં આવેલી મંદી ગંભીર, NSOની તાજા રિપોર્ટમાં પુષ્ટી કરાઇ
દેશમાં ઉપભોક્તાની ખર્ચ સીમા ઘટી ગઇ છે : NSO રિપોર્ટ
ઉપભોક્તાની ખર્ચ સીમામાં 45 વર્ષમાં પહેલીવાર થયો ઘટાડો
NSO Report : વર્ષ 2011-12ની તુલનામાં 2017-18માં ગરીબીમાં વધારો અને માંગમાં ઘટાડો આવ્યો
NSO Report અનુસાર, નાણાકીય વર્ષ 2011-12માં જ્યાં એક વ્યક્તિ દ્વારા પોતાના ઘરેલૂ ખર્ચ પર 1501 રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે નાણાકીય વર્ષ 2017-18માં આ આંકડો 3.7 ટકા ઘટીને 1446 રૂપિયા મહીના પર આવી ગયો છે. એક્સપર્ટ્સ અનુસાર, ઉપભોક્તા ખર્ચમાં આ ઘટાડો દેશમાં ગરીબીમાં વધારો અને માંગમાં આવેલા ઘટાડા તરફ પણ ઇશારો કરી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ : રિપોર્ટ
રિપોર્ટ અનુસાર, ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. જ્યાં 2017-18માં ઉપભોક્તાની ખર્ચ સીમામાં 8.8 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, શહેરી વિસ્તારોમાં તેમા સામાન્ય 2 ટકાનો વધારો જોવા મળ્યો.
બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટના હવાલાથી જાણકારી મળી છે, જેણે NSO Reportની તાજા રિપોર્ટનું અધ્યયન કર્યું. આ સર્વે NSO દ્વારા જુલાઇ 2017થી લઇને જુન 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. જેની રિપોર્ટ 19 જુન, 2019એ જાહેર કરવામાં આવનારી હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ અનુસાર, વિપરીત આંકડાઓને પગલે હાલ NSOએ આ રિપોર્ટ જાહેર કર્યા નથી.
નોંધનીય છે કે, ઉપભોક્તા ખર્ચની સીમામાં ઘટાડાની સાથે-સાથે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહીનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગત 8 વર્ષોનો સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા સંકુચિત થયો છે.
હાલમાં જ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધુ છે. જે પહેલા 5.8 ટકા હતું. મૂડીઝે ગુરુવારે કહ્યું કે દેશની જીડીપીમાં મંદી અપેક્ષાથી વિપરીત લાંબા સમય સુધી ખેંચાઇ ગઇ છે. જેના કારણે તેમને ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દરને ઘટાડવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2018-19માં આ વિકાસ દર 7.4 ટકા રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.