લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થાને જાળવવા નાણા મંત્રી નિર્મલા સિતારમણે જાહેર કરેલા સ્પેશ્યલ પેકેજથી કોગ્રેંસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, આ પેકેજથી સ્પષ્ટ દેખાય છે કે દેશના અર્થતંત્રને ફરીથી ઉભુ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઇ રોડ મેપ નથી.
સરકાર આ લોનને પ્રોત્સાહન પેકેજ કહી શકે નહીં. બધા દેશોની સરકારે લોકોને ખોટુ આશ્વાસન આપવા માટે પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યુ છે. શહેરી ગરીબ લોકો અને પ્રવાસી કામદારો માટે સરકારે કોઇ પેકેજની જાહેરાત કરી નથી.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના સ્પેશ્યલ પેકેજ પર નારાજગી જાહેર કરતા આનંદ શર્માએ કહ્યુ કે, આ સ્પેશ્યલ પેકેજ 3.22 લાખ કરોડ રૂપિયાનુ છે. જે જીડીપીનો 1.6 ટકા ભાગ છે. જેવુ વડાપ્રધાને કહ્યુ હતુ, તેવુ 20 લાખ કરોડનુ પેકેજ નથી.
તેમણે વધુમા જણાવ્યુ કે, આ બાબતે નાણા મંત્રીની સ્થિતિ સમજી શકાય છે કારણકે અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને શિષ્ટાચાર પણ રાખવો પડે, પરંતુ કામદારો માટે રેલવેની વ્યવસ્થા કેમ કરવામા આવી નથી. લોકો રસ્તા પર મરી રહ્યા છે. સરકાર ફક્ત પેકેજ જાહેર કરીને મદદ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.