મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા શરુ કરી આ યોજના, 80% પૈસા આપશે સરકાર

60 લાખ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ મેળવી શકો છો, સહકારી ગ્રૃપમાં 80 ટકા સબસિડી મળશે, ખેડૂતોમાં ઉત્સાહ. 50 હજારથી વધુ લોકોએ CHC Farm Machinery ઍપ્લિકેશન ડાઉનલોડ કરી.

મોદી સરકાર (Modi Government)ની સૌથી મોટી સબસિડી યોજનાથી ખેડૂતોને ખેતી કરવી વધુ સરળ બનશે. ઓલા, ઉબેરની જેમ, તમે સીએચસી ફાર્મ મશીનરી ઍપ્લિકેશન પર ઑર્ડર આપીને ખૂબ જ સસ્તા દરે તમારી ખેતી માટે જરૂરી મશીનરી (ટૂલ્સ) ઑર્ડર કરી શકો છો. જો તમે કૃષિ મશીનરી સંબંધિત ધંધો કરવા માંગો છો, તો તમે તેમાંથી દર વર્ષે લાખોની કમાણી કરી શકો છો. આ માટે 80 ટકા સુધીની સરકારી સબસિડી આપવામાં આવશે. આ યોજનાનું નામ કસ્ટમ હાયરિંગ સેન્ટર છે. આપણે તેને કૃષિ મશીનરી બૅન્ક કહી શકીએ.

આ ઍપ્લિકેશન બરાબર ઓલા, ઉબેર જેવી છે. સરકાર મશીનરીના દર નક્કી કરશે નહીં. આ સુવિધા પાંચથી 50 કિલોમીટરની વચ્ચે મળશે. મંત્રાલયમાં ટેકનોલોજી વિભાગના એડિશનલ કમિશનર વી.એન. કાલે જણાવ્યું હતું કે સરકાર મશીનરીનું ભાડુ નક્કી કરી રહી નથી. અમે આને સ્પર્ધા માટે છોડી દીધું છે. જો બજારમાં સ્પર્ધા હોય તો ખેડૂતને સસ્તી અને સારી સેવા મળશે. જો તમારી પાસે એક કૃષિ મશીન છે, તો તમે તેને ભાડા માટે એપ્લિકેશનમાં નોંધણી કરાવી શકો છો.

જો તમે ખાનગી કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC) બનાવો છો, તો સરકાર 40 ટકા નાણાં પ્રદાન કરશે. આમાં 60 લાખ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ પસાર થઈ શકે છે. એટલે કે, તેમના વિસ્તારના ખેડૂતોની જરૂરિયાત મુજબ, તેઓ આટલા પ્રમાણમાં મશીનો ખરીદી શકે છે. આ પ્રોજેક્ટમાં 24 લાખ રૂપિયાની સરકારી સહાય મળશે. જ્યારે તમે સહકારી જૂથ બનાવીને મશીન બૅન્ક તૈયાર કરો છો તો ગ્રૃપમાં 6 થી 8 ખેડૂત હોવા જોઈએ. આ પ્રોજેક્ટમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ પસાર કરવામાં આવશે. એટલે કે, તમને 8 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળશે. સબસિડી મેળવવા માટે ખેડૂત ભાઈઓ પોતપોતાના રાજ્યોના કૃષિ વિભાગના એન્જિનિયરિંગ વિભાગનો સંપર્ક કરી શકે છે.

કૃષિ મંત્રાલયએ કસ્ટમ હાયરિંગ સેન્ટરો બનાવવા અને તેનો લાભ લેવા માટે એક એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં તે 50 હજાર વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓ આશા રાખે છે કે જ્યારે તેઓ મશીન ખરીદવાને બદલે ભાડુ મેળવશે, ત્યારે ખર્ચ ઓછો થશે, તેમની આવકમાં વધારો થશે અને દેવાની સમસ્યા નહીં રહે. બીજી તરફ સરકાર પોતાનો ધંધો કરી રહેલા ખેડૂતને આર્થિક સહાય કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.