મોદી સરકારના મંત્રીના ભાઈને ન મળ્યો બેડ,સોશ્યલ મીડિયામાં માંગવી પડી મદદ

કોરોના વાયરસના વધતાં કેસના કારણે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. લોકો રઝળી રહ્યા છે અને પરિસ્થિતિને સંભાળવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય તેવી પરિસ્થિતિ છે

મોદી સરકારના મંત્રી વીકે સિંહે ટ્વિટ કરીને મદદ માંગી હતી કે મારા ભાઈને બેડ નથી મળી રહ્યો. આ ટ્વિટ જોતજોતાંમાં વાયરલ થઈ ગયું. જોકે બાદમાં તેમણે એ ટ્વિટ જ ડિલીટ કરી દીધું અને કહ્યું કે મેં કોપી પેસ્ટ કરવામાં ભૂલ કરી. વીકે સિંહના ટ્વિટ બાદ એવો ઘાટ જોવા મળ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કારણે હાલ એવો છે કે કેન્દ્રીય મંત્રી વીકે સિંહના ભાઈ જે કોરોના વાયરસથી પીડિત છે તેમને બેડ નથી મળી રહ્યો. તેમણે કહ્યું હતું કે પ્લીઝ અમારી હેલ્પ કરો.

મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં સરકારી આંકડા અનુસાર 120થી વધારે લોકોના મોત થયા છે જ્યારે 27,357 નવા કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે 9,703 કુલ દર્દીઓ જીવ ગુમાવી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.