ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા વરાયેલ એમડી ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાઓ મંદીની ચપેટમાં છે પરંતુ ભારત જેવી ઉભરી રહેલ બજાર અર્થવ્યવસ્થામાં તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. ક્રિસ્ટાલિના જિયોરજીવાએ ગઈકાલે સંકેત આપ્યો હતો કે વર્ષ 2019-20 દરમિયાન વૃદ્ધિદર ચાલુ દશકના સૌથી તળિયે પહોંચી જશે. તેઓના અનુસાર વિશ્વનાં 90 ટકા દેશો ઓછા વૃદ્ધિદરનો સામનો કરશે.
IMF ના એમડીની રૂએ પોતાના પ્રથમ ભાષણમાં ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું હતું કે બે વર્ષ અગાઉ વૈશ્વિક અર્થવ્યવસ્થા સમકાલીન રીતે ટોચ પર જઈ રહી હતી અને વિશ્વનો આશરે 75 ટકા હિસ્સો વધી રહ્યો હતો પરંતુ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા સમકાલીન મંદીની ચપેટમાં છે. અમારા અંદાજ મુજબ વર્ષ 2019માં વિશ્વના 90 ટકા દેશોમાં નીચી વૃદ્ધિ નોંધાશે.
તેઓએ કહ્યું હતું કે અમેરિકા અને જમર્નીમાં બેરોજગારી ઐતિહાસિક રીતે નીચી સપાટીએ છે છતાં પણ અમેરિકા, જાપાન તેમજ મુખ્યત્વે યુરો ઝોનની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં નરમાઇ જોવા મળી છે. જો કે ભારત અને બ્રાઝીલ જેવી અમુક સૌથી વધુ ઝડપે વિકસી રહેલ અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની અસર વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે વૈશ્વિક વ્યાપારિક વૃદ્ધિ એકદમ અટકી ગઈ છે. મોનેટરી ફંડે સ્થાનિક માંગ વધવાની ઓછી સંભાવનાને કારણે ભારતના આર્થિક વૃદ્ધિ અનુમાનને FY2019-20 માટે 0.3 ટકા ઘટાડીને તેને 7 ટકા કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.