‘ધ લેન્સેટ’ના અહેવાલમાં મોદી સરકારની ઝાટકણી,મોદી સરકારની પ્રાથમિકતા કોરોના કંટ્રોલ કરવાની નહીં

લેંસેંટમાં કહેવાયું છે કે પીએમ મોદીએ ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યું હતું પરંતુ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી પણ તેઓએ લેવી જોઈએ.

અન્ય એક અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં કોરોનાની મહામારીથી 10 લાખ લોકોના મોત થશે.  જો 1 ઓગસ્ટ સુધી 10 લાખના મૃત્યુ થશે તો મોદી સરકાર જવાબદાર હશે. મોદી સરકાર આ રાષ્ટ્રીય તબાહી માટે જવાબદાર હશે.

આ સાથે જ રિપોર્ટમાં કોરોનાના સુપર સ્પ્રેડરના નુકસાન અંગે ચેતવણી આપવામાં આવી હતી. આમ છતાં સરકારે ધાર્મિક આયોજનને મંજૂરી આપી અને અનેક રાજ્યોમાં ચૂંટણીની રેલીઓનું આયોજન કર્યું હતું.

હોસ્પિટલોમાં દર્દીઓ ઓક્સિજન મળતો ન હતો, ભારતમાં મેડિકલ ટીમ પણ થાકી ગઇ છે અને સંક્રમિત થઇ રહી છે. તો સાથે જ હેલ્થ મિનિસ્ટર ડો.હર્ષવર્ધન કોરોના ખતમ થઇ ગયો તેવી જાહેરાત કરતા હતા. સારા મેનેજમેન્ટ સાથે કોરોનાને હરાવ્યો તેવો દાવો કરતા હતા.

સ્વનિર્મિત એટલે કે મોદી સરકાર નિર્મિત રાષ્ટ્રિય મુશ્કેલીનો સામનો ભારત કરી રહ્યું છે. આવનારા 80 દિવસોમાં 7 લાખ લોકોના મોતનું અનુમાન છે. તેઓએ સ્વાસ્થ્ય મંત્રીને પણ હટાવવાની માંગ પત્ર લખીને કરી છે. સાથે દરેકને માટે વેક્સીનેશનની માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.