ચૂંટણી હંમેશાં રેલીઓ અને ભાષણથી જીતવામાં આવે છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની કોમ્યુનિકેશન સ્કિલથી સમગ્ર ભારત વાકેફ છે. તેમની ભાષણની આવડતથી જ લોકસભામાં જીત મળી હતી. વિપક્ષ પર પ્રહાર કરવા અને પોતે કરેલા કામોને વાગોળવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલવાની કોઈ તક છોડતા નથી. વાત ઝારખંડની કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ રેલીઓની રેલીઓ કરી નાખી હતી.
સ્થાનિક નેતાઓની રેલીઓને અલગ તારવવામાં આવે તો માત્ર ભાજપના બે કદાવર નેતાઓ જેમના ચહેરા માત્રથી કોઈ પણ પાર્ટીનો નવોસવો નેતા જીતી જાય તેમના ભાષણો પણ ઝારખંડમાં કોઈ મેઝીક નથી બતાવી શક્યા. ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધુંઆધાર પ્રચાર કર્યો હતો. એકથી દોઢ કલાક સુધીના ભાષણો કર્યા હતા. ઉપરથી હેમંત સોરેનને હરાવવા માટે ભાજપે તેની બંન્ને સીટો પર પીએમ મોદીની રેલીનું આયોજન કર્યું હતું. મોદી અને શાહની કુલ 9-9 એટલે કે ઝારખંડમાં 18 રેલીઓનું આયોજન થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કુલ 18 રેલીઓ કરી પણ તેમની સામે રાહુલ અને પ્રિયંકાએ માત્ર 6 રેલીઓ કરી હતી. મોદી અને શાહે કુલ 60 સીટોને કવર કરી હતી. જેની સામે રાહુલ અને પ્રિયંકાએ 24 સીટો કવર કરી હતી. જેનો ફાયદો તેમને મળી રહ્યો છે. પણ મોદી અને શાહના પ્રચંડ ભાષણોનો ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ ફાયદો નથી મળી રહ્યો. ઉપરથી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં તેમને વિપક્ષમાં બેસવાનો વારો આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.