નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગવવા કમર કસી છે એ સમયે ભારતમાં સૌથી વધુ પ્લાસ્ટિકની નિકાસ ગુજરાત રાજ્યમાંથી થાય છે તેવા આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાત દેશનું આશરે અડધો અડધ પ્લાસ્ટિક નિકાસ કરે છે.
વડાપ્રધાન નરેદ્ર મોદીએ ભારતભરમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ માટે હાકલ કરી છે એવા સમયે નરેન્દ્ર મોદીના પોતાના રાજ્ય ગુજરાતમાં સૌથી વધુ પ્લાસ્ટિકની નિકાસ થાય છે એવા આંકડા બહાર આવ્યા છે.
પ્લાસ્ટિકની નિકાસના ગુજરાતના તોતિંગ આંકડા
નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં ગુજરાત રાજ્યએ ૩.૬ અબજ ડોલર એટલે કે ૨૫,૫૦૯ કરોડ રૂપિયા જેટલું પ્લાસ્ટિક નિકાસ કર્યું હતું. જયારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮માં ગુજરાત રાજ્યએ ૨.૭ અબજ ડોલર એટલે કે ૧૯,૧૩૨ કરોડ રૂપિયા જેટલું પ્લાસ્ટિક નિકાસ કર્યું હતું.
આમ ગુજરાતની પ્લાસ્ટિકની નિકાસમાં ગયા વર્ષ કરતા આ વર્ષે ૩૩% જેટલો ધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતની પ્લાસ્ટિક નિકાસ ભારતની કુલ નિકાસના ૪૫% જેટલી છે. ગુજરાતમાં પ્લાસ્ટિકની નિકાસ છેલ્લા ૪ વર્ષમાં ૧૫%ના કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટથી વધી છે. આંકડાઓ મુજબ ભારતની કુલ પ્લાસ્ટિક નિકાસના ૬૦% નિકાસ ફક્ત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી થાય છે.
દેશની કુલ પ્લાસ્ટિકના ૬૫% પ્લાસ્ટિક MSMEs માંથી આવે છે જે દેશના કુલ નિકાસકારોના ૯૦% જેટલા છે. ભારત દુનિયામાં ૧૭મુ સૌથી મોટું પ્લાસ્ટિકનું નિકાસકાર છે. ભારતે ૮ અબજ ડોલર જેટલા પ્લાસ્ટિકની વર્ષ ૨૦૧૯માં નિકાસ કરી છે. ભારતમાં પ્લાસ્ટિકની નિકાસ છેલ્લા ૩ વર્ષમાં ૧૧%ના કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટથી વધી છે અને ૨૦૨૫માં ભારતનો પ્લાસ્ટિક નિકાસ વ્યાપાર વધીને ૨૫ અબજ ડોલર સુધી પહોચવાની શક્યતા છે.
ડ્રીપ કેપિટલના CEO પુષ્કર મુકેવરે જણાવ્યું હતું કે ફ્રાંસ ચીન જેવા ઘણા દેશોએ કેટલાક પ્રકારના પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુક્યો છે અને આ પ્રતિબંધથી પ્લાસ્ટિક ઉત્પાદકોએ બીજા વિકલ્પો શોધવા જરૂરી બન્યા છે. આ સાથે સાથે સરકાર અને લોકોએ પણ પ્લાસ્ટિકના વિકલ્પો ઉપર સંશોધન અને પ્લાસ્ટિકને લગતી પોલીસીઝ બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.