કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)ને મંજૂરી આપવામાં આવી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર ફોર સ્ટાર રેન્કના સૈન્ય અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. તેમને સૈન્ય વિભાગના વડા પણ બનાવવામાં આવ્યા છે. દેશની ત્રણે સેનાઓ સૈન્ય વિભાગ હેઠળ આવશે.
સરકાર દ્વારા સીડીએસને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ પદ માટે અત્યાર સુધી કોઈ નામની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. સંરક્ષણ સચિવની મંજૂરી લીધા વિના સંરક્ષણમંત્રી સાથે સીધી જ મુલાકાત કરી શકશે. આપને જણાવી દઈએ કે આ પદ માટે ફોર સ્ટાર જનરલ રેન્કના અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જેમને સૈન્ય સંચાલનમાં વિશેષ લાયકાત મળશે. સૈન્ય વિભાગમાં સિવિલ ઓફિસ રઅને મિલિટ્રી ઓફિસર સામેલ હશે.
,સૂત્રો મુજબ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ બનાવવામાં આવશે. એટલે કે ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન પણ હશે. આ સિવાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણે સેનાઓથી સંકળાયેલ મામલાઓમાં સંરક્ષણ મંત્રીને સલાહ આપશે અને તેઓ સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર પણ હશે. જોકે પહેલાની જેમ હવે પણ સૈન્ય સેવાઓથી સંકળાયેલ મામલે ત્રણે સેનાઓના ચીફ સંરક્ષણ મંત્રીને સલાહ આપી શકશે. ચીફ ઓફ સ્ટાફ ત્રણે સેનાઓના પ્રમુખો સહિત કોઈ પણ સૈન્ય કમાન્ડના અધિકારીઓનો ઉપયોગ નહીં કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.