મોદી સરકાર પર મનમોહન સિંહનો શાબ્દિક પ્રહાર, કહ્યું- વિકાસનું ડબલ એન્જિન ફેલ થયું

મુંબઈ: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મુંબઈમાં કહ્યું છે કે, ભાજપને જેના માટે મત મળ્યા તે કામ કરવામાં જ ભાજપ નિષ્ફળ રહ્યું છે. મહારાષ્ટ્રમાં વિનિર્માણ ગ્રોથ છેલ્લા ચાર વર્ષથી સતત ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકારવાળુ મોડલ ફેલ થઈ ગયું છે જેની બીજેપીએ વોટ માટે ખૂબ ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વખતે મનમોહન સિંહે કહ્યું કે, મહારાષ્ટ્ર આર્થિક સુસ્તીથી ખૂબ પ્રભાવિત થઈ રહી છે.

મનમોહન સિંહે કહ્યું કે, દેશમાં ઉદ્યોગોની સ્પીડ ખૂબ ધીમી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના ધણાં કિસ્સા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં બીજેપી સરકાર લોકોના હિતની નીતિ બનાવવામાં નિષ્ફળ રહી છે. મેં મારા કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં ઘણાં નેતા સાથે કામ કર્યું છે. દરેક લોકો મહારાષ્ટ્રનું હિત ઈચ્છે છે. અમે ખેડૂતોના ધિરાણ પણ માફ કર્યા હતા.

મનમોહન સિંહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનામાં રાખીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને સુધારવા માટે અર્થવ્યવસ્થાને સુધારવા માટે સાચા મુશ્કેલીઓ અને કારણો જાણવા ખૂબ જરૂરી છે. સરકારની ઉદાસીનતાથી દેશના લોકોની મહત્વકાંક્ષા અને ભવિષ્ય પ્રભાવિત થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં બિઝનેસ સેન્ટીમેન્ટ ખરાબ છે. ઘણી ફેક્ટરીઓ બંધ થવાનું જોખમ છે. છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ફેક્ટરીઓ બંધ થઈ છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકાર જનતાની અનુકૂળ નીતિઓ અપનાવવા નથી માંગતી.

મનમોહન સિંહે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના પરેશાન 16 લાખ ખાતેદારોને રાહત આપવા માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા કહ્યું છે. મુંબઈમાં પીએમસી ખાતેદારોની મુલાકાતમાં મનમોહન સિંહે કહ્યું કે, પીએમસીમાં જે થયું એ ખૂબ ખરાબ થયું છે. મારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, વડાપ્રધાન, નાણામંત્રી અને રિઝર્વ બેન્કના ગર્વનરને આગ્રહ છે કે તેઓ આ મામલે તાત્કાલિક કોઈ પગલાં અને સાથે મળીને કોઈ વ્યવહારિક સમાધાન શોધે જેથી 16 લાખ જમાકર્તાઓને રાહત મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.