ઉત્તરપ્રદેશ સહિતની પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે મોદી પોતે મેદાનમાં આવ્યા છે.મોદી એ પોતાની મોબાઈલ એપ્લીકેશન પર આ ચૂંટણીમાં કયાં મુદ્દાઓ મહત્વનાં છે તે અંગે લોકો પાસે અભિપ્રાય માંગ્યો છે.
મોદીએ કોરોના સામે લડવાની સરકારની કામગીરી ,તેમજ કલમ ૩૭૦ અને રામ મંદિર નાં નિર્માણ જેવા કેટલાક મુદે પોતાની સરકારે લીધેલા પગલાં અંગે તો લોકોના અભિપ્રાય માંગ્યા જ છે . વિપક્ષી એકતાની તમારા મતવિસ્તાર પર અસર પડશે એવા મુદ્દે પણ ફીડબેક માંગ્યા છે.
https://www.youtube.com/watch?v=ForfFLrmoTk
સૌથી મોટી વાત એ છે કે, મોદીએ સીધો સવાલ પૂછયો છે કે, તમે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વના આધારે મતદાન કરશો કે પછી રાજ્ય કક્ષાના કે સ્થાનિક મુદ્દાને આધારે મતદાન કરશે ? આ સિવાય ઉમેદવારો નક્કી કરવામાં મદદરૂપ થાય એવા સવાલો પણ પૂછયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.