– સત્રની તારીખ જાહેર થતાં જ હોર્સ ટ્રેડિંગ શરૂ થઇ ગયું
– બળવાખોરોને કોંગ્રેસ હાઇકમાન્ડ માફ કરી દે તો પોતે પણ આવકારવા તૈયાર હોવાનો ગેહલોતનો દાવો
રાજસૃથાનમાં હજુ પણ રાજકીય કોકડુ ગૂંચવાયેલુ છે. આ સિૃથતિ વચ્ચે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે રાજસૃથાનમાં જે તમાશો શરૂ કરાયો છે તેનો અંત લાવો.
ગેહલોતે સાથે એમ પણ કહ્યું હતું કે જે કોંગ્રેસ હાઇકમાન્ડ બળવાખોર ધારાસભ્યોને માફ કરી દે તો હું તે તમામ બળવાખોર ધારાસભ્યોને પરત આવકારવા માટે તૈયાર છું. ગેહલોતે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે મોદીજી આ દેશના વડા પ્રધાન છે. જનતાએ તેમને દેશની આગેવાનીની તક આપી હતી. તેઓએ રાજસૃથાનમાં જે તમાશા શરૂ કર્યા છે તેનો હવે અંત લાવવો જોઇએ.
વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ ભાજપે હોર્સ ટ્રેડિંગ શરૂ કરી દીધુ છે. ગેહલોતે આ ભડાસ મીડિયા સાથેની વાતચીતમાં પણ કાઢી હતી. તો બીજી તરફ તેમણે બળવાખોર ધારાસભ્યો પ્રત્યે હવે કુણુ વલણ દાખવવાનું પણ શરૂ કરી દીધુ છે.
14મીએ ગેહલોત સરકારે વિધાનસભા સત્ર શરૂ થઇ જતા બહુમત પુરવાર કરવી પડશે. આ સિૃથતિ વચ્ચે ગેહલોતે કહ્યું છે કે જો ધારાસભ્યોને હાઇકમાન્ડ માફ કરી દે તો હું પણ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.