વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસો દરમિયાન કદી ફાઇવ સ્ટાર વૈભવશાળી હૉટલોમાં ઊતરતા નથી, એરપોર્ટ પર જ આરામ અને દૈનંદિન પ્રવૃત્તિઓ કરી લે છે.
ગૃહ પ્રધાન અમિત શાહે આજે સવારે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન પોતાના વિદેશ પ્રવાસોમાં ખોટા ખર્ચા કરવામાં કે દેખાડો કરવામાં માનતા નથી.
એ સાદાઇથી એરપોર્ટ પર પોતાના આરામ અને દૈનંદિન પ્રવૃત્તિઓ કરી લે છે.
અમિત શાહે કહ્યું કે ખોટા દેખાડા કરવાનું કે બેફામ ખર્ચ કરવાનું નરેન્દ્ર મોદીને ગમતું નથી. એ સાદગીપૂર્ણ રીતે પ્રવાસ કરીને દાખલો બેસાડવામાં માને છે. એમના પ્રવાસો કોસ્ટ કટિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.