દુનિયાના 81 દેશોના વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન,પ્રધાનમંત્રી મોદીની ટિપ્સ લેવા આતુર છે વિદ્યાર્થીઓ

પીએમ મોદી આ સાથે પરિક્ષા પર ચર્ચા કરશે. આ સાથે તે વિદ્યાર્થીઓને પરિક્ષા સાથે જોડાયેલી તૈયારીઓને કેવી રીતે સારી બનાવી શકાય તેની ટિપ્સ આપશે. પીએમની સાથે પરિક્ષા-પે – ચર્ચા કાર્યક્રમની શરુઆત સાંજે 7 વાગે થશે.

પ્રધાનમંત્રીની સાથે પરિક્ષા- પે- ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ દુનિયાના 14 લાખથી વધારે લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે. જ્યારે લગભગ અઢી લાખ શિક્ષક અને એક લાખ અભિભાવક સામેલ છે. ચર્ચામાં શામિલ થવા માટે દુનિયાના 81 દેશોના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ છે કે પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ, અભિભાવક તથા શિક્ષકોની સાથે આ ચર્ચા રસપ્રદ સવાલ અને યાદગાર ચર્ચા પરિક્ષાર્થીઓનું મનોબળ વધારશે. બીજી તરફ પ્રધાનમંત્રીની ચર્ચાને લઈને માધ્યમિક શિક્ષા વિભાગમાં તમામ બોર્ડની સ્કૂલો આ સંબંધમાં જાણકારી આપતા પરિક્ષાર્થિઓને પરિક્ષાની ચર્ચા 2021થી  લાભાન્વિત કરાવવાનું કહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.