મોદીનું પડોશી દેશોને સૂચન,પીએમે કહ્યું એક બીજાને મદદ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પડોશી દેશો સહિત 10 દેશોને કોવિડ 19 મેનેજમેન્ટઃ એક્સપિરિયન્સ, ગુડ પ્રેક્ટિસેજ એન્ડ વે ફોર્વર્ડ વિષય પર આયોજિત વર્કશોપને સંબોધિત કરતા મહત્વના સૂચનો કર્યા.

પીએમ મોદીએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ નેપાળ સહિત 10 દેશોની સાથે કોવિડ 19 મેનેજમેન્ટઃ એક્સપિરિયન્સ, ગુડ પ્રેક્ટિસેજ એન્ડ વે ફોર્વર્ડ વિષય પર આયોજિત વર્કશોપને સંબોધિત કરી હતી. મોદીએ મહત્વકાંક્ષાને ઉપર ઉઠાવવાનું આહ્વાન કરતા ડોક્ટર અને નર્સોને વિશેષ વીઝા બનાવવાની સલાહ આપી છે. જેની પાછળ પીએમનો તર્ક એ છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ડોક્ટર અને નર્સ તાત્કાલીક એવા વિસ્તારોમાં જ્યાં લોકોને તેમની જરુર હોય.

પીએમે કહ્યું એક બીજાને મદદ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારી સામે લડવા ત્તાત્કાલીક ખર્ચને પૂરો કરવા દવા, ઉપકરણો વગેરે સંસાધનોને એક બીજાની સાથે શેર કરવા માટે બનાવવામાં આવેલા કોવિડ 19 ઈમરજન્સી રિસ્પોન્સ ફંડ પર જોર આપ્યું છે.

પીએમએ દ.એશિયાને કોરોના મુક્ત કરવાના આપેલા 5 પ્રસ્તાવોનું તમામ દેશોએ સમર્થન કર્યુ

આ ઉપરાંત ગુરુવારે ભારતના નેતૃત્વમાં સાર્ક દેશોનું વર્ચ્યૂઅલ સમ્મેલન પણ થયુ. આ જ દરમિયાન પીએમએ દ.એશિયાને કોરોના મુક્ત કરવાના આપેલા 5 પ્રસ્તાવોનું તમામ દેશોએ સમર્થન કર્યુ.

તેમણે કહ્યું કે આખરે આપણે અનેક પડકારોને શેર કરીએ છીએ. જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આફતો, ગરીબી, નિરક્ષરતા અને સામાજિક અને લૈંગિક અસંતુલન પરંતુ અમે સદીઓ જૂની સાંસ્કૃતિક અને લોકોની સાથે લોકોના સંપર્કોની શક્તિઓને પણ શેર કરીએ છીએ. મોદીએ આગળ કહ્યું કે આપણે એ તમામ પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો આપણને એકજૂથ કરે છે. તો આપણા વિસ્તારો ન ફક્ત વર્તમાનની મહામારીને દુર કરી શકે છે પરંતુ આપણા અન્ય પડકારોને પણ દુર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.