પશ્ચિમ બંગાળમાં મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા તેની અસર ત્રિપુરામાં ભાજપની સરકાર પર પડશે એવા અણસાર મળતાં ભાજપના નેતા દોડતા થઈ ગયા છે. મુકુલના ખાસ ગણાતા સુદીપ રોય બર્મન બળવો કરીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે એવા અહેવાલ છે. મુકુલ રોય મમતા તરફ વફાદારી બતાવવા ભાજપની સરકારને ગબડાવવાના મિશન પર પણ લાગ્યા છે.
મુકુલ રોય ૨૦૧૭માં ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે ત્રિપુરામાં સુદીપ રોય બર્મન પણ ભાજપમાં આવ્યા હતા. ભાજપ વતી અમિત શાહે બર્મનને મુખ્યમંત્રીપદનું વચન આપ્યું હતું. કોંગ્રેસમાં લાંબો સમય રહી ચૂકેલા બર્મને ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપને સત્તા અપાવવામાં મદદ કરી હતી પણ શાહે પોતાનું વચન નહીં પાળીને બિપ્લબ દેબને મુખ્યમંત્રી બનાવતાં બર્મન પહેલેથી નારાજ છે.
શાહે મુકુલની મદદથી બર્મનને શાંત પાડયા હતા પણ ભાજપે અવગણના ચાલુ રાખતાં અકળાયેલા બર્મને ‘બોંધુર નામ સુદીપ’ નામે સંગઠન બનાવીને ભાજપ સામે મોરચો માંડયો છે. હવે મમતા અને મુકુલનું પીઠબળ મળતાં બર્મન ભાજપમાં ભંગાણ પાડી શકે છે.
https://www.youtube.com/watch?v=wMyVawg0Y8Y
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.