કેન્દ્ર સરકાર નવા વર્ષે સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતા રૂપે કાર્ડ અને યૂપીઆઇ ટ્રાંઝેક્શન પર એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ને સમાપ્ત કરી દીધો છે. જેનો સાફ મતલબ છે કે, હવે તમારે ટ્રાંઝેક્શન કરતા સમયે કોઇ પણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે નહી. સાથે જ રૂપે કાર્ડ પર 16 હજાર રૂપિયા કેશ બેક મેળવવાની ઓફર પણ શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, મોદી સરકારએ દેશમાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે તેની શરૂઆત કરી દીધી છે. આ કાર્ડ સાથે ગ્રાહકોને મફતમાં 10 લાખ રૂપિયાની કિંમતનો વ્યક્તિગત દુર્ઘટના વિમો આપવામાં આવ્યો છે.
એનપીસીઆઇ (NPCI) દેશમાં રૂપે કાર્ડ નેટવર્કનું પ્રબંધન કરે છે. એનપીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવનાર ગ્લોબલ ડિસ્કાઉન્ટ નેટવર્ક પર ચાલે છે. જ્યારે તેનો ઉપયોગ ભારતની બહાર કરવામાં આવે છે. NPCIએ પોતાના યૂઝર્સને 16 હજાર રૂપિયા સુધીના કેશબેક સુધીની ઓફર કરી છે.
NPCI તરફથી જાહેર કરાયેલ નવેદનમાં સંયુક્ત અરબ અમીરાત (UAE), સિંગારુર, શ્રીલંકા, અમેરિકા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ અને થાઇલેન્ડની યાત્રા પર જનારા ભારતીયોને રૂપે ઇન્ટરનેશનલ કાર્ડને એક્ટિવ કરાવવા પર 16,000 રૂપિયા સુધીનું કેશબેક મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.