પાકિસ્તાનમાં ટામેટાં બાદ હવે ભારતના વધુ એક પાડોશી દેશમાં ડુંગળીની કિંમતે લોકો માટે મુશ્કેલીઓ શરૂ કરી દીધી છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતો સાતમા આસમાને છે. અને આલમ એ છે કે બાંગ્લાદેશનાં પીએમ શેખ હસીનાએ પોતે પોતાના ભોજનમાં ડુંગળી ખાવાનું છોડી દીધું છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતો પર લગામ લગાવવા માટે હવાઈ રસ્તાઓથી ડુંગળીની આયાત કરવી પડી રહી છે.
બાંગ્લાદેશમાં આમ ડુંગળીની કિંમત 30 ટકા (બાંગ્લાદેશનું ચલણ) પ્રતિ કિલોગ્રામની આસપાસ રહેતી હતી. જે હવે વધીને 260 ટકા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. પીએમનાં ડેપ્યુટી પ્રેસ સચિવ હસન ઝહીદ તુશેર કહ્યું કે, પ્લેન મારફતે ડુંગળી આયાત કરવામાં આવી રહી છે. પોતે વડાપ્રધાને પણ પોતાના ભોજનમાંથી ડુંગળીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.
ભારતમાં ભારે વરસાદને કારણે ડુંગળીની તંગી સર્જાઈ હતી. અને ભારતમાં પણ ડુંગળીના ભાવ ખુબ વધી ગયા હતા. જેના કારણે કેન્દ્રની મોદી સરકારે તાત્કાલિક તેનાં પર એક્શન લેતાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અને આ પ્રતિબંધને કારણે બાંગ્લાદેશમાં ડુંગળીની કિલ્લત ઉભી થઈ હતી. અને ડુંગળીના ભાવ રોકેટ ગતિએ વધી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.