મોદી સરકાર આ યોજનાને લીલીઝંડી આપશે તો 6.5 કરોડ પશુપાલકોનો થશે મરો, સૌથી વધારે ભોગ ગુજરાત બનશે

આસિયાન દેશો અને અન્ય છ પ્રમુખ દેશોની ક્ષેત્રીય વ્યાપક આિાૃર્થક ભાગીદારી(રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ) હેઠળ ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના મુદ્દે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પણ વિરોાૃધ નોંધાવ્યો છે.  પશુપાલન અને ડેરી મંત્રાલયે ખેડૂતોના હિત પ્રત્યે ચેતવણી આપી છે. આનાાૃથી ૬.૫ કરોડ પશુપાલક ખેડૂતોને અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પશુપાલન અને ડેરી મંત્રાલયના એક અિાૃધકારીએ જણાવ્યું છે કે આરસીઇપીમાં ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના પ્રસ્તાવ પર વિભિન્ન ડેરી સંગઠનોએ વિરોાૃધ નોંધાવ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૂલ સહિત અન્ય ડેરી ઉત્પાદકાના સંગઠનોએ પણ ડેરી ઉત્પાદનોને અઆરસીઇપીના દાયરામાંથી બાકાત રાખવાની માગ કરી છે. હવે આ અંગે વાણિજય મંત્રાલય અંતિમ નિર્ણય લેશે. આ અગાઉ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રાૃધાન નરેન્દ્ર સિંહ તોમરે ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે આરસીઇપી મુદ્દે તેમણે પોતાના વિચાર વાણિજય મંત્રાલયને જણાવી દીધા છે. તોંમરે જણાવ્યું હતું કે અમારા માટે ખેડૂતોના હિત સર્વોપરી છે અને અમે આરસીઇપીના મુદ્દે અમારી ચિંતા વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયને જણાવી દીાૃધી છે. તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો રહેશે કે અન્ય દેશોના ઉત્પાદનોથી આપણા દેશના ઉત્પાદનોને નુકસાન ન થાય.

ડેરી ઉત્પાદકોને આશંકા છે કે ડેરી ઉત્પાદનોને આરસીઇપીમાં સામેલ કરવાાૃથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી આયાત ડયુટી મુક્ત દૂધનો પાઉડર અને અન્ય ડેરી ઉત્પાદનો ભારત આવશે જે ખૂબ જ સસ્તા હશે. જેનાાૃથી દેશના ડેરી ઉત્પાદકો અને ખેડૂતોને નુકસાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.