મોદી સરકારનો ચીન પર ક્વોલિટી અટેક, તમામ મંત્રાલયોને આપ્યો આદેશ

દેશમાં પ્લાસ્ટિક ટૉયઝ અથવા બાળકોના રમકડા બનાવવાને પ્રોત્સાહન આપવાના અર્થે પીએમ નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી.

બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રાલયને આદેશ આપ્યો કે એવી નીતિ અને માહોલ બનાવવામાં આવે જેથી રાજ્યમાં પ્લાસ્ટિક ટૉયઝ બનાવવા માટે ક્લસ્ટર બનાવવામાં આવી શકે. આ વિશેષ ક્લસ્ટર ના માત્ર દેશમાં બાળકો માટે રમકડા બનાવશે પરંતુ દેશમાં બનેલા રમકડા વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી શકે.

વોકલ ફૉર લોકલ અને આત્મનિર્ભર ભારત મિશને પણ પ્લાસ્ટિક ટૉયઝ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને સફળ બનાવવા પર પીએમ મોદીએ જોર આપ્યુ.

દેશમાં ચીનથી આયાત કરેલા પ્લાસ્ટિક રમકડાથી સરકાર ઘણી ચિતિંત છે. દેશના બજારોમાં વહેંચી રહેલા બાળકોના પ્લાસ્ટિકના રમકડામાં ચીનનો જબરદસ્ત દબદબો છે. સ્થિતિ એ છે કે 70% પ્લાસ્ટિક રમકડા ઈમ્પોર્ટ કરવામાં આવે છે જ્યારે માત્ર 30-35% રમકડા જ દેશમાં બને છે.

આ બગડતા ગણિતને સુધારવાના અર્થે સરકાર પ્લાસ્ટિક ટૉયઝના ઈમ્પોર્ટ પર રોક અને દેશમાં જ પ્લાસ્ટિક ટૉયઝના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે.

પીએમ મોદીએ બેઠકમાં યુવાઓને પ્રેરિત કરવા માટે પણ રસ્તા બનાવવામાં આવ્યા. પ્લાસ્ટિક ટૉયઝમાં ટેકનોલોજી અને ઈનોવેશનને પણ વધારે અપનાવવા પર પીએમે જોર આપ્યુ.

પીએમ મોદીએ બાળકોના રમકડાના વિષય પર hackathon આયોજિત કરવાની પણ સલાહ આપી છે. જેમાં યુવાઓને ભાગ લેવાથી ના માત્ર નવો આઈડિયા જ મળશે. સાથે જ પ્લાસ્ટિક ટૉયઝ મેન્યુફેક્ચરિંગમાં નવીન તકનીક અને નવા ડિઝાઈન પણ દેશને મળી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.