મોદી સરકારે ક્રૂરતાની તમામ હદ વટાવી: બાબા રામ સિંહના મોત પર રાહુલ ગાંધી

 પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓએ સંત બાબા રામસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ બાબા રામસિંહને શ્રદ્ધાંજલિ આપીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ખેડુતોએ પોતાના જીવની આહૂતિ આપી ચુક્યા છે. મોદી સરકારે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, કુંડલી બોર્ડર પર ખેડુતોની દુર્દશા જોઇને કરનાલના સંત બાબા રામસિંહજીએ આત્મહત્યા કરી છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના અને શ્રદ્ધાંજલી. તેમણે વધુમાં લખ્યું કે, ઘણા ખેડુતોએ પોતાની જીવની આહૂતિ આપી દીધી છે. મોદી સરકારે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. જિદ્દ છોડી દો અને તરત જ ખેડુત વિરોધી કાયદો પરત ખેંચો.

જ્યારે બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, હે રામ, આ કેટલો સમય છે? જે યુગ જ્યાં સંતો પણ વ્યથિત છે. સંત રામસિંહજીએ ખેડુતોની વેદના જોઇને પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી. તેમણે વધુમાં કહ્યું કે, આ ચોંકાવનારી ઘટના છે. તેના આત્માને શાંતિ મળે. તેમનું મોત મોદી સરકારની ક્રૂરતાનું પરિણામ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.