મોદી સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરતાં પેટ્રોલ- ડિઝલના ભાવમાં ફરી ઉછાળો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. સરકારે પેટ્રોલ-ડીઝલ પરની સ્પેશ્યિલ એક્સાઈઝ ડ્યૂટી વધારી છે જેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. આજે પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યૂટીમાં રૂ.3નો વધારો કરાયો છે. આર્થિક મંદી સહિતના વૈશ્વિક પરિબળોના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જેને લઇ લોકોને રાહત થઇ હતી. જો કે સરકારે હવે એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે અને 1 રૂપિયા પ્રતિ લિટર રોડ અને ઈંફ્રા સેસ લગાવવાની જાહેરાત કરી છે. સરકારે આ સૂચના જાહેર કરી છે. આ પછી દેશભરમાં પેટ્ર્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.કરતા ફરી મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.

સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ 3-3 રૂપિયા વધાર્યા છે. આ વધારો આજ રાતના 12 વાગ્યાથી અમલમાં આવશે. આ નિર્ણય બાદ પેટ્રોલ ડીઝલના ભાવ 3 રૂપિયા પ્રતિ લિટરે વધી જશે. હાલ પેટ્રોલની કિંમત 67.41 રૂપિયા છે તો ડીઝલનો ભાવ 65.46 રૂપિયા છે.

સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે અને 1 રૂપિયા પ્રતિ લિટર રોડ અને ઈંફ્રા સેસ લગાવવાની જાહેરાત કરી છે. સરકારે આ સૂચના જાહેર કરી છે. આ પછી દેશભરમાં પેટ્ર્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.