મોદી સરકાર IRCTCમાં પોતાનો હિસ્સો વેચશે , મર્ચન્ટ બેન્કરોની કરી નિમણૂક

મોદી સરકાર હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)મા પોતાની વધુ ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારની તે મહત્વકાંક્ષી યોજનાનો ભાગ હશે જે હેઠળ આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21 ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર 2.1  લાખ કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે.

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે IRCTCનો આઈપીઓ આવ્યા બાદ આમ તો તેમાં સરકારની ભાગીદારી ઘટીને 87.40 ટકા રહી ગઈ હતી. એક વ્યાપાર ટીવી ચેલનના રિપોર્ટ અનુસાર, ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે IRCTCમા ભાગીદારી વેચવા માટે મર્ચન્ટ બેન્કર અને સેલિંગ બ્રોકર્સની નિમણૂક શરૂ કરી દીધી છે. આ વેચાણ OFS દ્વારા કરવામાં આવશે. ઓએફએસ માટે પ્રી-બિડ બેઠક થઈ ચુકી છે અને હવે બિડિંગ પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

ઓફર ઓર સેલ એટલે કે ઓએફએસ રૂટ દ્વારા કોઈ લિસ્ટેડ કંપની એક્સચેન્જ પ્લેટફોર્મ પર ખુદના શેર વેચે છે. આ એક વિશેષ વિન્ડો છે જેની સુવિધા માત્ર ટોપ 200 કંપનીઓને મળે છે. તેમાં ઓછામાં ઓછા 25 ટકા શેર મ્યૂચુઅલ ફંડ કે વીમા કંપનીઓ જેવા સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ રાખવાના હોય છે.

આઈઆરસીટીનાં OFS દ્વારા સરકાર તેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી શકશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 2.10 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તેમાંથી પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 1.20 લાખ કરોડ અને નાણાકીય સંસ્થાઓમાં હિસ્સો વેચવા દ્વારા 90,000 કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્યાંક છે.

શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ પોતાની ભાગીદારીને ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019મા આવેલા આઈપીઓ દ્વારા સરકારે IRCTCમા પોતાની ભાગીદારી 12.6 ટકા ઘટાડી દીધી હતી. પહેલા રેલવે દ્વારા સરકારની તેમાં 100 ટકા ભાગીદારી હતી.

આઈઆરસીટીટી ટ્રેનોમાં સફર કરનાર લોકોની ઓનલાઇન ટિકિટોના બુકિંગની સાથે યાત્રા દરમિયાન ભોજન વગેરેની વ્યવસ્થા કરે છે. આ સિવાય આ કંપની દ્વારા દેશમાં ખાનગી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.