મોદી સરકારનો ખજાનો ખૂટ્યો, આર્થિક હાલત ખરાબ, ખર્ચ માટે લેવી પડે છે RBI પાસેથી લોન

મોદી સરકારમાં આર્થિક હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. સરકારની આવકમાં એટલો ઘટાડો થયો છે કે, દરરોજના ખર્ચાને લઈ સરકારના ખજાને બોઝ વધતો જાય છે. આમ જોઈએ તો, સરકારની હાલત હોસ્ટેલના વિદ્યાર્થીઓ જેવી થઈ ગઈ છે. જેને દર મહિને ક્રેડિટ પર જીવવુ પડે છે. સરકાર માટે આ કામ રિઝર્વ બેંક કરે છે. સરકારને જ્યારે દૈનિક ખર્ચમાં તાણ આવે છે, ત્યારે તેને રિઝર્વ બેંકમાંથી એડવાન્સ અને લોન લેવાની ફરજ પડે છે, જેથી તે દૈનિક ખર્ચ કરી શકે.

ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે, શું સરકાર રિઝર્વ બેંકમાંથી WMA અંતર્ગત કેટલા પૈસા લઈ શકે ? તેનો જવાબ છે નહીં, WMAની પણ એક લિમિટ હોય છે, પણ સરકાર સતત આ લિમિટ ક્રોસ કરી રહી છે, અને વધુને વધુ પૈસા માંગ્યા કરે છે.

આર્થિક સલાહકારોનું કહેવું છે કે, હાલમાં સરકારની રેવન્યૂથી કમાણી હાઈ લેવલે પર છે, તેમ છતાં જો સરકાર રિઝર્વ બેંક પર વધુ નિર્ભર રહે છે, તો એનો અર્થ કે, આર્થિક હાલત ઘણી ખરાબ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર એસકે ઘોષે કહ્યું હતું કે, સંકેતો એકદમ સ્પષ્ટ છે કે, સરકારની આર્થિક હાલત ખરાબ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.