કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના ચોમાસું સત્ર શરૂ થવાના આરંભે મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે સંસદના સત્રમાં પ્રશ્ન કાળ રદ કરીને મોદી સરકાર લોકશાહીનું ગળું ઘોંટી રહી હતી.
કોરોના કાળને ધ્યાનમાં રાખીને સરકારે આ માસના આરંભે જાહેર કર્યું હતું કે આ ચોમાસું સત્રમાં પ્રશ્નકાળ નહીં રહે. લોકસભા અને રાજ્યસભાની બેઠકોના સમયમાં પણ ફેરફાર જાહેર કરાયા હતા. આ જાહેરાત થઇ ત્યારે કોંગ્રેસના શશી થરૂરે પણ પ્રશ્ન કાળ રદ કરવાના સરકારના પગલાની ટીકા કરી હતી. આજે સવારે લોકસભાનું ચોમાસું સત્ર શરૂ થતાં અધીર રંજન
ચૌધરીએ પણ આ મુદ્દે સરકારની આકરી ટીકા કરી હતી. આઝાદી પછી કદાચ પહેલીવાર એવું બની રહ્યું હતું જ્યારે સંસદના સત્રમાં પ્રશ્નકાળ ન હોય. એ માટે સરકારે કોરોનાના ફેલાવાનું કારણ આપ્યું હતું. કયા કયા સંસદસભ્યોએ ચોમાસું સત્રમાં હાજરી આપવાની હતી એની જાહેરાત પણ કરાઇ હતી. આજે શરૂ થયેલું ચોમાસું સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. સરકાર પોતાના તરફથી કેટલાક પ્રસ્તાવો પસાર કરાવવાના પ્રયાસ કરવાની છે.
આજે રાજ્યસભામાં નાયબ સભા અધ્યક્ષની ચૂંટણી પણ થવાની હતી. બે સ્પર્ધકોમાં વિપક્ષો તરફથી મનોજ ઝા અને શાસક પક્ષ તરફથી હરિવંશ મેદાનમાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.