મોદી સરકાર માટે સારા દિવસો, ભારત બન્યું દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર

કેટલાંય નેગેટિવ સમાચારોની વચ્ચે મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત દુનિયાના પાંચમા સૌથી મોટા અર્થતંત્રવાળો દેશ બની ગયો છે. 2.94 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે ભારતે 2019ના વર્ષમાં બ્રિટન અને ફ્રાન્સને પછાડી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા પાંચ વર્ષની અંદર ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવાનો લક્ષ્યાંક મૂકયો છે.

અમેરિકાની રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લા બજારવાળા અર્થતંત્ર તરીકે વિકસિત થઇ રહ્યું છે.

શું કહ્યું છે રિપોર્ટમાં

રિપોર્ટમાં કહ્યું છેકે જીડીપીના મામલામાં ભારત 2.94 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરની સાથે દુનિયાના પાંચમા સૌથી મોટા અર્થતંત્રવાળો દેશ બની ગયો છે. આ મામલામાં તેને 2019મા બ્રિટન તથા ફ્રાન્સને પાછળ છોડી દીધું.

પીટીઆઈના મતે બ્રિટનનું અર્થતંત્ર 2.83 ટ્રિલયન ડોલર છે જ્યારે ફ્રાન્સનું 2.7 ટ્રિલિયન ડોલર છે. પર્ચેસિંગ પાવર પેરિટી (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડોલર છે અને જાપાના તથા જર્મનીથી આગળ છે. જો કે ભારતમાં વસતીના લીધે વ્યક્તિ દીઠ જીડીપી અંદાજે 2170 ડોલર છે. અમેરિકામાં વ્યક્તિ દીઠ જીડીપી 62794 ડોલર છે. એમ પણ કહેવાયું છે કે ભારતનો રિયલ જીડીપી વૃદ્ધિ દર સતત ત્રીજા ત્રિમાસિકમાં નબળો રહી શકે છે અને 5 ટકાની આસપાસ રહી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.