મોદી સરકારના આયુષ મંત્રી શ્રીપદ નાઈકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપજ યશો નાઈક કોરોના સંક્રમિત થયાં છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નાઈક મોદી સરકારના ત્રીજા મંત્રી છે જેઓ કોરોના સંક્રમિત થયાં છે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંન્ને હોસ્પિટસમાં એડમિટ છે.

તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મેં આજે કોરોના ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ તકલીફ નથી અને તેથી મેં હોમ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જે લોકો છેલ્લા થોડાં દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે તેમને સલાગ આપવામાં આવે છે કે તેઓ પોતે તપાસ કરાવે અને જરૂરી સાવધાની રાખે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.