મોદી સરકારે અઢી વર્ષમાં પ્રથમ વખત કુદરતી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. કુદરતી ગેસના ભાવ ઘટતા હવે સામાન્ય પ્રજાને વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની સામે સામાન્ય રાહત મળી શકે છે. સરકારે ઓક્ટોબર-માર્ચના આગામી છ માસ માટે કુદરતી ગેસના ભાવ 3.23 ડોલર પ્રતિ મિલિયન મેટ્રીક બ્રિટિશ થર્મલ યુનિટ નક્કી કર્યા છે.
નાણાંકીય વર્ષના અગાઉના છ માસની સરખામણીએ આ ભાવ 12.5% ઓછા છે, તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. સસ્તા કુદરતી ગેસથી સામાન્ય જનતાની સાથે અતિવૃષ્ટિથી સંકટમાં મુકાયેલ જગતના તાતને પણ સામાન્ય રાહત મળી શકે છે. ગેસના ભાવ ઘટતા આગામી સમયમાં પાઈપલાઈન થકી મળતા ગેસના સિલિન્ડર, કુદરતી ખાતર, ઓટોમોબાઈલ સેક્ટર માટેના ગેસ અને સિમારીક ઉદ્યોગ માટેના ગેસમાં પણ રાહત મળી શકે છે.
PPCAએ જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે આગામી છ માસ માટે નેચરલ ગેસના ભાવ 3.69%થી 12.5% ઘટીને હવે 3.23 ડોલર પ્રતિ mmBtu લેવામાં આવશે. આ સિવાય વધુ કપરા બ્લોકમાંથી નીકાળવામાં આવતા ગેસના ભાવમાં પણ ઘટાડો કર્યો છે અને તે 9.5% ઘટાડી 8.43 ડોલર પ્રતિ mmBtu નક્કી કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.