કોઇ પણ દેશની આર્થિક સ્થિતી માપવા માટે પહેલા એ તપાસવું પડે કે તેની પાસે સંસાધન કેટલા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે.આવીજ કાંઇ વાત 2015માં આવેલી ઉજ્વલ્લા યોજનામાં પણ લાગુ પડે છે,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એલઇડી બલ્બ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
યોજનાનો ઉદેશ દેશમાં વિજળીની ઘટને પહોંચી વળવાનો તથા રાષ્ટ્ર નિર્માણનો હતો. આ યોજનાને ચાર વર્ષ થયા છે,અને ચાર વર્ષ બાદ આ યોજના માટે મોટા સમાચાર આવ્યા છે. યોજના અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં 36.02 કરોડ બલ્બ વિતરણ કરવામાં આવ્યા છે. આનાથી એક ફાયદો એ થયો છે કે દેશને કરોડો રૂપિયાની આવક થઇ છે,અને કાર્બન ડાયોક્સાઇના સર્જનમાં ઘટાડો થયો છે.
4 વર્ષમાં આ સફળતાના આંકડા જાહેર કર્તા મંત્રાલયે જણાવ્યું કે 2015માં અત્યાર સુધીમાં દેશભરમાં 36.02 કરોડ એલઇડી બલ્બ વિતરણ થઇ ચુક્યા છે,આટલી મોટી સંખ્યામાં બલ્બના વેચાણથી સરકારને 18716 કરોડની બચત થઇ છે. જ્યારે બીજી તરફ વાર્ષિક 46790 એમએન ઉર્જાની બચત થઇ છે.રૂપિયામાં ગણીએ તો 20 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.