મોદી સરકારનો મોંઘવારી રોકવાનો મોટો નિર્ણય, હવે ડુંગળી અને દાળના ભાવમાં રહેશે રાહત

ડુંગળી અને દાળના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી ખુબ વધતા જોવા મળ્યા હતા. ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી. દિલ્હીમાં હજુ પણ ડંગળી રિટેલમાં 50-60 રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીના ભાવ પર કાબુ મેળવવા માટે સરકારે પોતાના સ્તરે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે, જે સરકાર આગળ પણ ચાલુ રાખશે.

સરકારે ડુંગળી અને દાળના ભાવને નિયંત્રણમાં રાકવા માટે નાફેડને બફર સ્ટોકમાંથી દાળ અને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. દેશમાં ડુંગળી અને દાળની કિંમતો અને ઉપલબ્ધતાઓ સાથે-સાથે સરકારના બફર સ્ટોકની સમિક્ષા માટે ઉપભોક્તા મંત્રાલયના સચિવ અવિનાશ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક થઈ.

કૃષિ મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે, દિવાળી દરમિયાન મહારાષ્ટ્રના શાકમાર્કેટો બંધ હતા. જેના કારણ, બે-ત્રણ દિવસ ડુંગળીના ભાવ પ્રભાવિત રહ્યા. જોકે, દિલ્હીના શાકમાર્કેટોમાં આવક ફરી શરૂ થઈ ગઈ છે, અને આગામી સમયમાં આવક વધવાથી કિંમતોમાં ઘટાડો થશે.

બેઠકમાં દેશની રાજધાની દિલ્હીમાં મધર ડેરીના સફળ આઉટલેટના માધ્યમથી ડુંગળી વેચવા માટે નેપેડને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી, આઝાદપુરના કિંમત લિસ્ટ અનુસાર, દિલ્હીમાં બુધવારે ડુંગળીનો થોક ભાવ 20-42.50 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે માર્કેટમાં ડુંગળીની આવક 814.5 ટન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.