થોડા દિવસ પહેલા મોદી સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ સાથે હવે સરકારે પ્લાસ્ટિકથી બનેલા પ્રોડક્ટ્સના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. જેનો ફાયદો હવે આ ઇન્ડસ્ટ્રીને થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સરકાર દ્વારા પ્લાસ્ટિકની વસ્તુઓ પર બેન લગાવ્યા બાદથી ગોલ્ડ ફાઇબર એટલે કે જૂટ(Jute Industry) ઇન્ડસ્ટ્રીને વધુ ફાયદો થઈ રહ્યો છે. જૂટ મિલોની માગમાં વધારો થયો છે. ઉપરાંત જૂટ મિલોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે પરિસ્થિતિઓ એવી બની છે કે જૂટ બનાવનારી યૂનિટ્સ દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે જૂટ બેગના વધુ ઓર્ડર હવે ન આપે. જો તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ એક સારો વિકલ્પ બની શકે છે.
સૂત્રો મુજબ બિરલા કોર્પોરેશનની યુનિટ, બિરલા જૂટ મિલ્સને 20 લાખ જૂટ બેગ્સનો ઓર્ડર પૂરો કરવા માટે ક્ષમતામાં વધુ વધારો કરવો પડ્યો છે. બીજી તરફ રિપોર્ટ પ્રમાણે ભારતીય જૂટ મિલ્સ એસોસિએશનના ભૂતપૂર્વ ચેમમેન અને જૂટ મિલના માલિક સંજય કજારિયાએ જણાવ્યું કે જૂટ બેગ્સની માંગમાં વધારો થતા કુલ જૂટ ઉત્પદાન ક્ષમતામાં અંદાજે 15 ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર બેન લાદતા હવે રિટેલર્સ અને દુકાનદારો જૂટ બેગ્સ તરફ વળ્યા છે. ત્યારે ગ્રાહકો પણ રિયૂઝેબલ બેગ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.