મોદી સરકાર ઈન્કમ ટેક્ષમાં કરી શકે છે મોટા ફેરફાર, કરોડો લોકોને આપી શકે છે મોટી ભેટ

મોદી સરકાર દેશના કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને આગામી વર્ષથી ઇન્કમ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં વિત્ત મંત્રી ઇન્કમ ટેક્સમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ થોડા દિવસોમાં ઘણી વખત ટેક્સ રેટમાં કટોતીનો સંકેત આપ્યો છે.

ટેક્સ રેટ પર સવાલ પુછવા પર વિત્ત મંત્રીએ કહ્યું હતું કે, ઇન્કમ ટેક્સ રેટને વધારે તર્કસંગત બનાવવા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર 5% ટેક્સ પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 લાખ રૂપિયાની સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.

10થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 10 લાખ રૂપિયાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ વસુલવામાં આવે છે. 20 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત 10 કરોડ રૂપિયાથી વધારેની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.