- કેન્દ્ર સરકાર આગામી સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 20 ટકા જોગવાઈ ઘટાડી લગભગ 60,000 કરોડ કરી શકે છે. તેનું કારણ આ યોજનાને કેટલાક અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં પડી રહેલી મુશ્કેલી છે. સૂત્રોએ આ મામલે જાણકારી આપી છે. કેન્દ્રએ 2019-20ના બજેટમાં આ યોજના માટે બજેટ અનુમાનમાં 75,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પીએમ કિસાન યોજના હેઠળ કિસાનોને વાર્ષિક ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે.
જોકે, સૂત્રો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં સંશોધિત અનુમાન 61000 કરોડ રૂપિયા પર આવી શકે છે. તેનું કારણ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો દ્વારા યોજનાને લાગુ નહી કરવામાં આવી છે. સાથે કેટલાક રાજ્યો પાસે ખેડૂતોનું સાચુ કોઈ લિસ્ટ જ નથી. આ સ્કિમનો લાભ ઉઠાવનારા ખેડૂતોનું લક્ષ્ય 14.5 કરોડથી ઘટાડી 14 કરોડ કરી દેવામાં આવ્યું છે.
એક સૂત્રએ કહ્યું, સરકાર 2020-21 માટે લગભગ 61,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવી શકે છે. આ 2019-20ના સંશોધિત અનુમાનના લગભગ બરાબર છે. સરકારે ફેબ્રુઆરી 2019માં રજૂ કરેલા અંતરિમ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી. તેમાં 2 હેક્ટર સુધી જમીન હોય તેવા નાના અને સિમાંત ખેડૂતોને સામેલ કરવામાં આવ્યા હતા.
કૃષિ લોન ફાળવવામાં થઈ શકે છે વધારો. આ સિવાય સરકાર એગ્રિકલ્ચર લોન ફાળવવાના લક્ષ્યમાં 10 ટકાનો વધારો કરી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ રૂપિયા વિતરણનું લક્ષ્ય હતું. ચાલુ નાણાકિય વર્ષમાં કૃષિ દેવા વિતરણના લક્ષ્ય અનુરૂપ રહ્યું છે.
સૂત્રોએ એ પણ કહ્યું છે કે, સરકાર કૃષિ વિમા યોજના માટે ફાળવણી 15000 કરોડ રૂપિયા કરી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 14000 કરોડ રૂપિયા છે. સરકાર પહેલા જ ડિસેમ્બર 2019 સુધી 12,135 કરોડ રૂપિયા ફાળવણી કરી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.