મોદી સરકાર માટે ખરાબ સમાચાર, આર્થિક મંદીની સરકારી તિજોરી પર ભારે અસર

જોખમથી બચાવ સહિત અલગ અલગ મુદ્દાઓ પર સલાહ આપનારી કંપની ફિચ સોલ્યૂશને ભારતની નાણાંકીય ખાધને લઇને પોતાના અનુમાનને બુધવારનાં વધારી દીધું છે. ફિચ સોલ્યૂશનનું કહેવું છે કે ચાલૂ નાણાંકિય વર્ષ 2019-20માં નાણાંકીય ખાધ જીડીપીનાં 3.6 ટકા રહી શકે છે. પહેલા નાણાંકીય ખાધને જીડીપીનાં 3.4 ટકા પર રહેવાનું અનુમાન બતાવવામાં આવ્યું હતુ. તેનો મતલબ એ થયો કે ફિચે નાણાંકીય ખાધનું અનુમાન 0.2 ટકા વધારી દીધું છે. જો ફિચનું અનુમાન હકીકતમાં ફેરવાય છે તો સરકારી ખજાના પર બોજ વધશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વીતેલી 5 જુલાઈનાં પોતાના સામાન્ય બજેટમાં નાણાંકીય ખાધને 3.3 ટકા પર નિયંત્રિત રાખવાનું અનુમાન લગાવ્યું હતુ. ફિચે જણાવ્યું કે મંદ આર્થિક વૃદ્ધિ ઉપરાંત જીએસટી કલેક્શન અને કૉર્પોરેટ ટેક્સનાં દરોમાં કાપથી મહેસૂલ સંગ્રહને નુકસાન થવાની આશંકા છે. આ જ કારણ છે કે નાણાંકીય ખાધનાં અનુમાનને વધારવામાં આવ્યું છે. ફિચે કહ્યું કે, “અમારું માનવું છે કે નાણાંકીય ખાધમાં કાપ ના મુકવાનાં ઇરાદા વચ્ચે નબળી આર્થિક વૃદ્ધિ અને સરકારનાં કૉર્પોરેટ ટેક્સનાં દરોમાં કાપથી મહેસૂલ સંગ્રહ ઓછો રહેશે. આ કારણથી અમે નાણાંકીય ખાધને વધારી છે.”

ઉલ્લેખનીય છે કે સરકારે વીતેલી 20 સપ્ટેમ્બરનાં ઘરેલૂ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનાં દરોને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી દીધા છે. આ પગલાથી 2019-20 દરમિયાન સરકારને 1.45 લાખ કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થવાનું અનુમાન છે. તો જીએસટી કલેક્શનમાં પણ ઉણપ આવી છે અને આ સરકારનાં લક્ષ્યથી નીચે ચાલી રહ્યું છે. આ સાથે ફિચે કહ્યું કે, “અમને મહેસૂલ વૃદ્ધિનાં અમારા અનુમાનને પણ સંશોધિત કરીને 13.1 ટકાથી 9.3 ટકા કરી રહ્યા છીએ. આ સરકારનાં 13.2 ટકા વૃદ્ધિનાં બજેટથી ઘણું ઓછું છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.