કૉંગ્રેસનાં સ્થાપના દિવસનાં અવસર પર શનિવારનાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને આરએસએસ પર તીખો પ્રહાર કર્યો છે. રાહુલે સીએએ વિરોધી પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ થઈ ગયો છે. તો લખનૌમાં પ્રિયંકા ગાંધીએ સીએએનાં મુદ્દા પર મોદી સરકારને કાયર ગણાવી છે.
ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ બધો માહોલ કેમ છે? હું જણાવું છું; એ માટે કે તેમનુ લક્ષ્ય છે કે (બીજેપી સરકાર) આસામની જનતાને લડાઓ, હિંદુસ્તાનની જનતાને લડાઓ. આ જ્યાં પણ જાય છે ત્યાં ફક્ત નફરત જ ફેલાય છે, પરંતુ આસામ નફરતથી આગળ નહીં વધે. ગુસ્સાથી આગળ નહીં વધે. આ પ્રેમથી આગળ વધશે.”
કેન્દ્ર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “પીએમ મોદીએ નોટબંધી, જીએસટીને લાવીને અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી. ભારત માતાને ઠેસ પહોંચાડી. તેમનું કામ ફક્ત નફરત ફેલાવવાનું છે. પીએમ મોદી જણાવે કે કેટલા લોકોને રોજગાર આપ્યો? આપણા યુવાઓ ભટકી રહ્યા છે. હવે આસામમાં યુવાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં આ જ માહોલ છે. તેમને ગોળી મારી દેવામાં આવી રહી છે. જનતાનાં અવાજને બીજેપી સાંભળવા નથી ઇચ્છતી. તમારા અવાજથી ડરે છે, કચેડી દેવા માગે છે. યુવાઓને મારવા ઇચ્છે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.