મોદી સરકારે GST અંગે આજથી આ નિયમ લાદ્યો, વેપારીઓ પર સીધી અસર

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (Narendra Modi Government) ઇન્કમટેક્સ બાદ GSTમાં DIN (Document Identification Number)ને લાગૂ કર્યો છે. દેશના વેપારીઓના હિતોના રક્ષણ માટે આવું પગલું ભરવામાં આવ્યું છે. CBIC (Central Board of Indirect Taxes)ના આદેશ પ્રમાણે DINનો ઉપયોગ એવા GST કેસોમાં થશે, જેની ઇન્ક્વાયરી ચાલી રહી હોય અને જેમની સામે અરેસ્ટ કે સર્ચ વૉરંટ નીકળ્યું હોય. CBIC પ્રમાણે 8મી નવેમ્બર પછી જે પણ કાગળ જાહેર થશે તેમાં DIN આપવો જરૂરી છે.

હવે શું થશે : મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની પહેલ બાદ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવનાર તમામ નોટિસો પર કોમ્પ્યુટર જનરેટેડ ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (DIN) હશે. સાથે જ નવા નિર્ણય પ્રમાણે આ નંબર ટેક્સપેયર્સને મળતા તમામ ડોક્ટુમેન્ટ્સ પર જરૂરી બની ગયો છે. આ સિસ્ટમથી ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં વધારે પાદર્શકતા લાવી શકાશે તેમજ જવાબદારી નક્કી કરી શકાશે.

શું હોય છો DIN : ટેક્સ ડિપાર્ટમેન્ટ જે નોટિસ બહાર પાડે છે તેમાં કોમ્પ્યુટર જનરેટેડ DIN (Document identification number) હોય છે. જો કોઈ પણ નોટિસ પર આ નંબર નથી તો તેનો મતલબ એવો થાય કે આ નોટિસ કાયદેસર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.